Categories
Sports

Gujarat State Open Ranking Billiards and Snooker Tournament 2024 to be held at Surat City Gymkhana | રાજ્યભરમાંથી 150થી વધુ ખેલાડીઓ ભાગ લેશે: સુરત સિટી જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2024 યોજાશે – Surat News

Source link : https://pksportsnews.com/2024/08/13/gujarat-state-open-ranking-billiards-and-snooker-tournament-2024-to-be-held-at-surat-city-gymkhana-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5/

સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન અને ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશનના નેજા હેઠળ ‘ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2024’ પીપલોદના ઇસ્કોન મોલની પાછળ આવેલા સુરત સિટી જીમખાના ખાતે 15મી ઓગસ્ટથી શરૂ થશે.

.

સુરત સિટી જીમ ખાનાના પ્રમુખ અરવિંદ ઇનામદાર અને સેક્રેટરી કિશન મહેરા, ટુર્નામેન્ટ કો-ઓર્ડિનેટર અને એસડીબીએસએના પ્રમુખ વિરાજ ઠક્કર, એસડીબીએસએના ઉપપ્રમુખ યોગેશ ઠક્કર, એસડીબીએસએના સેક્રેટરી સરીન ચેવલી, એસડીબીએસએના ટ્રેઝરર નીલ દેસાઈ, એસડીબીએસએના જોઈન્ટ સેક્રેટરી વિશુલ દેસાઈ, એસડીબીએસએના લાયઝનિંગ હિમાંશુ પટેલ, એસડીબીએસએના કોચ તુષાર સહાય, એસડીબીએસએના માર્કર જયેશ ઉમરીગરએ ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં નવસારી, બારડોલી, વ્યારા, વાપી, દમણ, વલસાડ, વાંસદા, અંકલેશ્વર, ભરૂચ, કોસંબા, ઓલપાડ, ચીખલી અને ધરમપુરના સ્પર્ધકો સહિત દક્ષિણ ગુજરાતના 150થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સુરતમાં આ ત્રીજી વખત લીગ યોજાઈ રહી છે, જે કયૂ સ્પોર્ટ્સ ચાહકો માટે રોમાંચક ઈવેન્ટ બનશે.

ટુર્નામેન્ટ વિશે જણાવતા, એસડીબીએસએના પ્રમુખ અને ટુર્નામેન્ટ કો-ઓર્ડિનેટર વિરાજ ઠક્કરે આ ઇવેન્ટને સુરત પરત લાવવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રદેશમાં ક્યૂ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અને રાજ્ય-સ્તરના પ્લેટફોર્મ પર ચમકવા માટે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ટુર્નામેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ ટુર્નામેન્ટમાં વિરાજ ઠક્કર દ્વારા લખાયેલ ‘ધ વર્લ્ડ ઓફ ક્યૂ સ્પોર્ટ્સઃ ફ્રોમ હિસ્ટ્રી ટુ માસ્ટરી’ નામના નવા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક એક વ્યાપક માર્ગદર્શિકા છે જે ક્યૂ સ્પોર્ટ્સના ઇતિહાસ, સ્વરૂપો, તકનીકો અને સુપ્રસિદ્ધ ખેલાડીઓની શોધ કરે છે.વિરાજ ઠક્કરે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને આ સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તેમની ઇચ્છા શેર કરી હતી વિરાજ ઠક્કરે તન્વી ઠક્કરનો તેમના વિચારોને જીવનમાં લાવવામાં મદદ કરવા બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમના માતા-પિતાનો તેમના અતૂટ સમર્થન માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો.

Source link : https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/gujarat-state-open-ranking-billiards-and-snooker-tournament-2024-to-be-held-at-surat-city-gymkhana-133472132.html

Author :

Publish date : 2024-08-12 12:39:20

Copyright for syndicated content belongs to the linked Source.

—-

Author : pksportsnews

Publish date : 2024-08-13 06:35:48

Copyright for syndicated content belongs to the linked Source.

................................*...........................................++++++++++++++++++++--------------------.....